આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 3 લોકોનાં મોત

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ફરી એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. શહેરમાં જોકે વારંવાર હાર્ટ એટકેને લીધે મૃત્યુની ઘટના ઘટતી રહે છે, જેમાં યુવાનો પણ સામેલ હોય છે.

રાજકોટમાં ફરી એક જ દિવસમાં ત્રણ સ્વસ્થ જણાના હાર્ટ એટકને લીધે મૃત્યુના સમાચાર આવ્યા છે. મૃતક શહેર અને જિલ્લામાંથી 42 વર્ષીય જગદીશ બોસિયા, 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રા અને 52 વર્ષીય જૈરામ બારૈયાને હાર્ટ એટેક આવ્યો છે. ત્રણેય લોકોને હૃદય રોગનો હુમલો થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.


42 વર્ષીય જગદીશ બોસિયાને આજે (મંગળવાર) વહેલી સવારે 4 વાગ્યે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. જ્યારે 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં તેમનું મોત થયું હતું. મૃતક ખોખડદળ નદી પાસે આવેલ શિવધારા પાર્કમાં રહેતા હતા અને 52 વર્ષીય જૈરામ બારૈયા સોમવારે રાત્રિના સમયે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક જસદણના દહિસરા ગામના વતની છે અને રાજકોટ ખાતે કુટુંબીને ત્યાં આવ્યા હતા.


રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના અંદાજિત 2,853 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં છ મહિનામાં હાર્ટ એટેકથી 1,052 જણનાં મોત થયાં છે. રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવતા હોવાનું અહેવાલ જણાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button