Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાઈ, એક જ પરિવારના 3નાં મોત

Vadodara News: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો (accidents in Gujarat) સિલસિલો યથાવત્ છે. રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપીને સુરત જતા પરિવારની કારનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad – Vadodara Expressway) પર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.
કેવી રીતે બની ઘટના
નડીયાદ રૂરલ પોલીસે જણાવ્યું કે, ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર કૂદીને કેન્ટનર ટ્રક સાથે અથડાઈ હતી. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બિલોદ્રા ગામ પાસેથી આ પરિવાર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટાયર ફાટતાં ડ્રાયવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવતાં ટ્રક સાથે અથડાઈ હતી.
Also Read – ગુજરાતમાં FSSAI એ 200 ઓઇલ મિલર્સને કેમ આપી નોટિસ? જાણો વિગત
બે લોકો ઈજાગ્રસ્ત
ઘટનામાં એક મહિલા અને બે પુરુષના ઘટના સ્થળે મોત થયા હતા. ત્રણેય સુરતના રહેવાસી હતા. 14 વર્ષીય સગીરા અને અન્ય વ્યક્તિ ઘાયલ થયા હતા. જેમને નડીયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. મૃતકોની ઓળખ દલપત પુરોહિત (ઉ.વ.37), દિનેશ પુરોહિત (ઉ.વ.41) અને સુબ્રતાદેવી (ઉ.વ.71) તરીકે થઈ હતી.