અમદાવાદમાં ૨૯૩ બગીચાની હવે સારી રીતેસાર સંભાળ થશે: એડવાઇઝર કમિટી રચાઇ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદમાં ૨૯૩ બગીચાની હવે સારી રીતેસાર સંભાળ થશે: એડવાઇઝર કમિટી રચાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૨૯૩ બગીચા વધારે સારી રીતે મેન્ટેઇન થાય અને સુખ-સુવિધા વધે તે માટે ગાર્ડન એડવાઇઝર કમિટીની રચના કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કમિટીની રચના કરવાની દરખાસ્તને મંજૂરી અપાઇ છે. આ કમિટીમાં બે સિનિયર સિટીઝન, બે મહિલા, બે પુરુષ અને એક જનપ્રતિનિધિ હશે. આ કમિટીની પ્રતિમાસ ગાર્ડનમાં મિટીંગ મળશે અને લોકોની ફરિયાદો સાંભળી ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવશે.અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત બગીચાઓમાંથી ઘણા બગીચામાં પ્રાથમિક સુવિધાના ઠેકાણા નથી. પાયાની સગવડો જેવી કે બાથરૂમ, સફાઇ, પીવાના પાણી સહિત અન્ય કેટલીક અસુવિધાઓ છે. કેટલાકમાં રમતગમતના અને કસરતના સાધનો તૂટી ગયા છે. જેના મેન્ટેઇનન્સની જવાબદારી કોઇને સોંપાઇ નહીં હોવાથી સાધનોની સ્થિતિમાં લાંબા સમય સુધી કોઇ સુધારો થયો નથી. કોર્પોરેશનના ૨૯૩ ગાર્ડનોમાં રહેલા ખાનગી સ્ટોર દ્વારા ગાર્ડનમાં સાફસફાઇ રાખવામાં આવતી નહીં હોવાની ફરિયાદો ઊભી થઇ છે. આ ફરિયાદોનું પણ નિરાકરણ લાવવામાં આવતું નથી. જોકે, હવે કમિટી સમક્ષ ફરિયાદ કરાશે તો તેનું ઝડપથી નિરાકરણ આવી શકશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button