આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ધોળા દિવસે 28 લાખની ચાંદી ભરેલા થેલાની લૂંટ: Video Viral

અમદાવાદ: અમદાવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલા કે મહિલાના સ્વાંગમાં એક્ટિવા પર આવીને એક શખશે 28 લૂંટ આદરી હતી. સોના-ચાંદીનાની ડિલિવરી કરનારા એક સેલ્સમેનના હાથમાંથી 28 લાખની કિંમતની ચાદી સાથેનો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ લૂંટના CCTV સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના સરદાર ચોક વિસ્તારની છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને એક સેલ્સમેન કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગઈ હતી.

આ ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે.
https://x.com/ShoneeKapoor/status/1844661854414729430

આ બનાવની તપાસમાં ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે. મહિલા હોવાની શંકાના આધારે અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

Also Read –

Back to top button
આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker