આપણું ગુજરાત

Vibrant Gujarat 2024: 28 દેશ અને 14 સંસ્થા આવશે ગુજરાતના આંગણે રોકાણ કરવા

ગાંધીનગરઃ ગુજરાતનું ગાંધીનગર હાલમાં વાયબ્રન્ટ થઈ રહ્યું છે કારણ કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ અહીંયા 28 દેશ અને 14 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આવી રહી છે અને રોકાણ કરવા માટે હકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. ગાંધીનગરમાં તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી અનુસાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ(VGGS)માં ભાગ લેવા માટે અત્યારસુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે.

આ ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલ્ટા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, કોરિયા રિપબ્લિક, રવાન્ડા, સિંગાપોર, તાંઝાનિયા, થાઇલેન્ડ, યુએઇ , યુનાઇટેડ કિંગડમ, ઉરુગ્વે, ઘાના અને વિયેતનામનો સમાવેશ થાય છે.


ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (AMCHAM ઇન્ડિયા), એપિક ઇન્ડિયા- યુનિવર્સિટી ઓફ શિકાગો, ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) , ઇન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), કોરિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી, નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઓફિસ (NBSO), કાઉન્સિલ ઓફ EU ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા, UAE ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC), US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), ધ ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર (INCHAM) ઇન વિયેતનામ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICCI) ઇન ઇટલીનો સમાવેશ થાય છે.


દરેક ભાગીદાર દેશ અને સંસ્થા VGGS ની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓએ સહયોગ, વેપાર અને રોકાણની તકોને વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી VGGS ને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમિટના છેલ્લા 9 સંસ્કરણોમાં, ભાગીદાર દેશો અને સંસ્થાઓએ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની દ્રષ્ટિએ સમિટ માટે હાઇ-પ્રોફાઇલ પ્રતિનિધિત્વ અને પ્રતિસાદમાં પણ યોગદાન આપ્યું છે, તેવી માહિતી સરકારે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button