રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ મહાનગરોમાં 26 બાળકનો જન્મ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સોમવારે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો જન્મ થયો હતો.
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ગુજરાતનાં મહાનગરોમાં 26 બાળક જન્મ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ટ્વિન્સ સાથે ત્રણ બાળક જન્મ્યાં હતાં. જેમાં બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં 16 બાળકના જન્મ થયાં હતાં. જેના નામ પણ પરિવારે રામ અને સીતા રાખ્યાં છે. તેમજ વડોદરામાં પાંચ બાળકનો જન્મ થયો હતો. જેમાં ત્રણ પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં બે બાળકનો જન્મ થયો હતો અને બન્ને પુત્ર છે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આજના દિવસને વિશેષ બનાવવા માટે અનેક ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા સોમવારે બાળકને જન્મ આપવાની ઈચ્છા રાખવામાં આવી હતી. ઉ