આપણું ગુજરાત
નિયમનું પાલન ન કરનારી ૨૫ બાંધકામ સાઇટ સીલ કરાઇ
અમદાવાદ મનપા એક્શન મોડમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં બાંધકામ સાઈટ ઉપર ગ્રીનનેટ, બેરીકેટિંગ તથા સેફિટનેટ વગેરે ના રાખી પર્યાવરણને નુકસાન પહોંચાડતા ડેવલપર્સ અને બિલ્ડરો સામે મનપા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. સતત બીજા દિવસે વધુ ૨૫ બાંધકામ સાઈટ સીલ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં ચાર બાંધકામ સાઈટ સીલ કરી રૂપિયા ૩૦ હજાર વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. પર્યાવરણને નુકસાન પહોંચાડનારી બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ગુરુવારે ૪૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી. શુક્રવારે વધુ ૨૫ બાંધકામ સાઈટ નિયમોનું પાલન નહીં કરવા બદલ સીલ કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં સૌથી વધુ આઠ બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.