આપણું ગુજરાતમહારાષ્ટ્ર
કાટમાળના ડમ્પિંગને રોકવા થાણેના તમામ પ્રવેશદ્વાર પર ૨૪ કલાક પેટ્રોલિંગ ટીમ તહેનાત રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેનગ્રોવ્ઝ અને વેટલેન્ડ જમીનના સંરક્ષણ અને સંવધર્નન માટે થાણે મહાનગરપાલિકાએ અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત થાણેના તમામ પ્રવેશદ્વાર પર કાટમાળના ડમ્પિંગને રોકવા માટે રાઉન્ડ ધ ક્લોક એટલે કે કે ૨૪ કલાક પેટ્રોલિંગ ટીમ તહેનાત કરવામાં આવવાની છે.
થાણે મહાનગરપાલિકાના કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું કે મેનગ્રોવ્ઝ અને વેટલેન્ડનું સંરક્ષણ કરવું આવશ્યક છે. આ જગ્યા પર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારનો કાટમાળ ફેંકવામાં આવે નહીં તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. તેથી થાણેના તમામ પ્રવેશદ્વારો પર દિવસ-રાત પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક તહેનાત કરવામાં આવશે. કાટમાળ (ડેબ્રિજ) લઈને આવતા ડમ્પરો થાણે મહાનગરપાલિકા વિસ્તારની બહાર ડમ્પિંગનું સત્તાવાર લાઈસન્સ હશે તો જ તેમને આગળ વધવાની મંજૂરી આપવા પર પણ કમિશનરે ભાર મુક્યો હતો.
Taboola Feed