આપણું ગુજરાત

ભાજપના 26માંથી 22 સાંસદની ટિકિટ કપાશે?

ગુજરાતમાં આ વખતે નો રિપીટનું વાવાઝોડું ફૂંકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં 26 સાંસદમાંથી 22 સાંસદને ભાજપ રિપીટ નહિ કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરાને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ રિપીટ નહિ કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર કોળી સમાજના નેતાઓનું અને મતદાતાઓનું પ્રભુત્વ છે જેથી ભાજપ આ બેઠક પરથી કોને ટિકિટ આપે છે તે જોવાનું રહ્યું.
બીજી બાજુ કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના નેતાઓની હાલથી જ સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટેની મથામણ શરૂ કરી દીધી છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન દેવુસિંહની જગ્યાએ અન્ય ઓબીસી આગેવાનને મધ્ય ગુજરાતમાંથી ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સાથે કેન્દ્રીય પ્રધાન ડો. મહેન્દ્ર મુંજપરાને પણ રિપીટ કરવામાં નહીં આવે. આ સાંસદના પ્રદર્શનથી
પીએમ મોદી ખુશના હોવાનું કહેવામાં આવે છે.
સુરતમાંથી ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના સભ્યપદે પસંદ કરાયા છે ત્યારે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને હાલ હાશકારો થયો છે. ભાજપ હાઇકમાન્ડે ગોવિંદ ધોળકિયાને લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ તેમની પસંદગી રાજ્યસભા માટે કરાઇ છે ત્યારે હાલ દર્શના જરદોશ માટે લોકસભાની ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો થયો છે. લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતનો લક્ષ્યાંક હોવાથી ભાજપ જરાયે જોખમ ખેડવા માગતી નથી. આ કારણોસર રાજકીય સમીકરણના સોગઠા ગોઠવી નવા-યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે તક આપી શકે છે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button