આપણું ગુજરાત

Gujarat માં 214 તાલુકામાં મેધમહેર, સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ચોમાસુ(Monsoon 2024)સક્રિય થતાની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદે(Rain)તોફાની શરૂઆત કરી છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. માણાવદરમાં એક જ રાતમાં બારે મેઘ ખાંગા થતાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જેમાં સુરત(Surat) શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. જેમાં સુરતના પલસાણામાં પણ છેલ્લા 24 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે સુરતના મહુવામાં સાત ઇંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઇંચ, દ્વારકા અને બારડોલીમાં 6- 6 ઇંચ વરસાદ
કુતિયાણા અને ઓલપાડમાં પણ પડ્યો 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે જાહેર માર્ગો બેટમાં ફેરવાયા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે આજે સવારથી જ જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા બે કલાકમાં આશરે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે મેધમહેર જોવા મળી. કાલાવડ તાલુકાના નવાગામ, મોટીવાવડી, ધૂનધોરાજી, ભંગડા, ટોડા, ફગાસ, અરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ