આપણું ગુજરાત

ગુજરાતના 206 જળાશયોમાંથી 66 ડેમ હાઈ એલર્ટ પર, કુલ 64 ટકા પાણીનો સંગ્રહ થયો

અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા મળી કુલ 206 જળાશયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલાં પાણીનો સંગ્રહ થયો છે. જયારે 52 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ છે.

રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ
ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે. ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 17 ડેમ એલર્ટ પર તો 11 વોર્નિંગ પર મૂકાયા છે. રાજ્યભરના 52 ડેમ 100 ટકા પાણી ભરાયા છે જ્યારે 42 ડેમ 70 થી 100 ટકા પણીથી ભરાયા છે. બીજી બાજુ અન્ય જિલ્લામાં વરસાદ નહીવત પ્રમાણમાં વરસાદ થતા 23 ડેમ 50 થી 70 ટકા પાણી છે.

ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…