Rajkot અગ્નિકાંડને લઇને વધુ એક દુ:ખદ સમાચાર, માર્યા ગયેલા પુત્રના વિયોગમાં પિતાનું નિધન

અમદાવાદ : ગુજરાતના રાજકોટના (Rajkot)અગ્નિકાંડને લઇને વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં આગમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગમાં પિતાનું નિધન થયું છે. આ આગમાં માર્યા ગયેલા પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાના આધાતમાં પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. જેમાં ટીઆરપી મોલમાં નોકરી કરવા ગયેલા પુત્રનો આગ લાગી તે પ્રથમ દિવસ હતો. જેમાં મોલમાં આગ લાગતા પુત્રનું નિધન થયું હતું.
ભાજપના કોર્પોરેટરની ભૂમિકાને લઈને પણ ખુલાસો
રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ દુર્ઘટનાને લઈને હાલ તપાસનો દોર ચાલી રહ્યો છે, આ મામલે અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ બનાવને લઈને ઘટસ્ફોટ થઈ રહ્યા છે, મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની તપાસમાં ભાજપના કોર્પોરેટરની ભૂમિકાને લઈને પણ ખુલાસો થયો હતો. જેમાં નીતિન રામાણીનું નામ ખૂલ્યું હતું.
અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો માર્યા ગયા
રાજકોટમાં ગેમઝોન દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. રાજકોટમાં ગેમિંગ ઝોન આગની ઘટના અંગે કાર્યવાહી કરતા સરકારે 7 અધિકારોઓને સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકો માર્યા ગયા હતા.
Also Read –