આપણું ગુજરાત

આજે વડા પ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે 20,000 મહિલાઓ અભિવાદન કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. મહિલા અનામત જાહેર કર્યા પછી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે 20,000 મહિલા આગેવાન અને કાર્યકર્તાઓ અભિવાદન કરશે. રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમિયાન રાજકીય તથા વહીવટી તંત્રની બેઠકનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તા. 27મીને બુધવારના દિવસે સાયન્સ સીટી અમદાવાદ, બોડેલી અને વડોદરા ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને રાજભવનથી લઇ એરપોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6:00 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં તેઓ સંસદ અને વિધાનસભામાં 33ટકા મહિલા અનામત રાખવામાં પસાર કરેલા ખરડા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા ભવ્ય કાર્યક્રમનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિવાદન અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કરવામાં આવી છે. અચાનક જ નકકી થયેલા આ કાર્યક્રમને આગેવાનો ધારાસભ્યો સાંસદો મહિલા એકત્રિત કરવામાં કામે લાગી ગયા હતા. આ દરમિયાન જાહેર સભાના રૂપમાં વડા પ્રધાન મહિલાઓને સંબોધન કરશે આ માટે ગુજસેલ બિલ્ડિંગ નજીક આલીશાન સમિયાણો ઊભો કરવામાં આવી રહ્યો છે. સંમેલનમાં અંદાજે 20,000 જેટલી મહિલા કાર્યકર્તાઓ એકત્રિત કરવા સ્થાનિક આગેવાનોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર તેમ જ મહેસાણાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવશે. તા.27મીએ સવારે 10થી 11:30 દરમિયાન સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સબમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ થશે. સિક્યુરિટીનાં કારણોસર ટાગોર હોલ ખાતે કાર્યક્રમ યોજવાનું આયોજન છેલ્લી ઘડીએ માંડવાડ કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટીમાં ગુજરાતભરના ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ દેશના દિલ્હી મુંબઈ ખાતેના એમ્બેસેડર પણ હાજરી આપશે આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાયન્સ સીટીથી સીધા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેલિકૉપ્ટર મારફતે બોડેલી પહોચશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker