આપણું ગુજરાત
કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં

વડોદરા : વડોદરા જિલ્લાના કરજણના રારોડ ગામ પાસે આવેલા નારેશ્વર મંદિર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં છે. હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર કરજણના રારોડ ગામના 6 કિશોર નહાવા માટે ગામની નજીક આવેલા નારેશ્વર મંદિર પાસે નર્મદા નદીમાં આવ્યા હતા. જે પૈકી 2 કિશોર ડૂબ્યાં હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
હાલ મળતી માહિતી અનુસાર હર્ષિલ વસાવા અને પિયુષ વસાવા પાણીમાં ડૂબ્યાં છે. જે બંનેની ઉમર અનુક્રમે 20 અને 17 છે. હાલ કરજણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. પોલીસે નહાવા પડેલા તમામ લોકોને બહાર કાઢીને કિનારો ખાલી કરાવ્યો હતો. હાલ ડૂબેલા બંને યુવાનની શોધખોળ ચાલી રહી છે.
આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, જેને અમને સતત અપડેટ કરી રહ્યા છીએ. માટે પેજને રિફ્રેશ કરતાં રહો.