મોરબીના માણેકવાડા અને માળીયા ગામેથી બંદૂક અને તમંચા સાથે 2 જણ ઝડપાયા
મોરબીઃ મોરબીના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદે હથિયાર જામગરી બંદૂક સાથે એક શખસને મોરબી એસ. ઓ. જી. ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસ. ઓ. જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણેકવાડા ગામની ઢોરાં વાળા રસ્તાની સીમમાં આવેલ તળાવ પાસે એક ઇસમ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદે જામગરી બંદૂક મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા શોહીલ ઉર્ફે બાળો સુલેમાનભાઈ સુમરા રહે મોરબીવાળો હોવાની કબૂલાત કરી હતી, જેથી સોહિલને અટક કરી બંદૂક અને મોબાઈલ સહિત કુલ રૂ.
Also Read – ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મૃત્યુ
૫૦૦૦નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં માળિયાના વાગડિયા ઝાપા નજીકથી તમંચા સાથે એક ઝડપાયો. માળિયાના વાગડિયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખસને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાના વાગડિયા ઝાપ નજીક કન્ટેનર યાર્ડ જવાના રસ્તે એક શખસ હથિયાર સાથે હોવાની બાતમીના આધરે એલસીબી ટીમે દરોડા પાડી ત્યાંથી ઝાકીરહુસૈન ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણીને ગેરકાયદે હાથ બનાવટનો તમંચા નંગ ૧ કીમત રૂ. ૫,૦૦૦ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.