આપણું ગુજરાત
ગુજરાતના 2 પૂર્વ મુખ્યપ્રધાનની ગાડીને નડ્યો અકસ્માત

રાજ્યના 2 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને સુરેશ મહેતાના કાફલાની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાઇલોટિંગ કાર સાથે બાઇકસવાર અથડાતા અકસ્માત સર્જાયો છે. પૂર્વ સીએમ સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો. આ ઘટનામાં બાઇકસવારને પગમાં સામાન્ય ઇજા થઇ હતી. બાઇકસવાર ઘાયલ થયેલો હોવાનું જણાતા પૂર્વ સીએમ રૂપાણી તાત્કાલિક તેની સારવાર માટેની વ્યવસ્થા કરી હતી.

અન્ય ઘટનામાં પૂર્વ સીએમ સુરેશ મહેતાની કાર ગાંધીનગરથી માંડવી જતી વખતે હળવદ સરા ચોકડી પાસે એક ટ્રક સાથે અથડાઇ હતી. બનાવમાં કોઇને જાનહાનિ થઇ નથી જ્યારે કારને નજીવું નુકસાન પહોંચ્યું છે.