ગુજરાતમાં દારૂ બંધી?: અમદાવાદ નજીક છ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદેસર નશાખોરી પ્રવૃત્તિને ડામવા માટે રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ રહેવાનો દાવો કરે છે, છતાં રાજ્યમાં ખુણે ખુણે ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે. અમદાવાદ જીલ્લાનાં દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરતા બે શખસોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પડ્યા છે.
Read more: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી હજુ અટવાઈ; ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ પણ હવે ક્યારે થશે ચૂંટણી ?
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોક્કસ બાતમીના આધારે દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મોજે ગમનપુરા ગામથી દેકાવાડા ગામ વચ્ચે આવતા લક્ષ્મીપુરા ગામના પાટીયા ખાતે રોડ ઉપર વોચ ગોઢવી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને કાર સાથે ઝડપી પાડ્યા છે.
Read more: ઇલેક્ટ્રિક વાહનચાલકોને થશે ફાયદો : અમદાવાદમાં ઇલે. વાહનો માટે વધુ 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે
ઝડપાયેલા બંને શખસો મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના વતની છે. જેઓનાં નામ દલપતસિંહ લક્ષ્મણસિંહ ભીખસીંહ ઠાકોર અને બાલકારામ બાબુજી કેશારામ રબારી છે. કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો તથા કાર, મોબાઇલ ફોન સહિત કુલ 6,18,239ની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ગ્રામ્ય એલસીબી એ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.