દિવાળીમાં ૨.૪૧ લાખ લોકો કાંકરિયાની મુલાકાતે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દિવાળી પર્વ દરમિયાન ૨.૪૧ લાખ મુલાકાતીઓ કાંકરિયા આવ્યા હતા અને તેમણે બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવા વિવિધ આકર્ષણોની મોજ માણી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોની રજામાં સ્થાનિક તેમ જ અમદાવાદ બહારથી આવતા લોકો માટે કાંકરિયા એક મુખ્ય આકર્ષણ હોઇ દિવાળી દરમિયાન ૨.૪૧ લાખ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
તેમણે બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવાં વિવિધ આકર્ષણોની મજા માણી હતી. અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક થઈ છે. કાંકરિયા એક જ એવી જગ્યા છે કે જ્યાં બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવા વિવિધ આકર્ષણની મજા માણી શકાય છે. તારીખ ૧૧ નવેમ્બર થી ૧૬ નવેમ્બર દરમિયાન તંત્રને કાંકરિયામાં ૨.૪૧ લાખ લોકોની એન્ટ્રીથી કોર્પોરેશનને ૨૨ કરોડ ૨૪ લાખ ૨૪ હજારની આવક થઇ હતી. અટલ અને સ્વર્ણિમ એક્સપ્રેસની ૨૬,૭૬૬ લોકોએ રાઇડ માણી હતી.
આ સ્ત્રોતથી ૬ લાખ ૭૨ હજારની આવક તો કિડ્સસિટીમાં ૧,૩૪૫ની મુલાકાત થકી ૯૬ હજાર ૮૭૦ની આવક નોંધાઈ હતી. પ્રાણી સંગ્રહાલયની ૧ હજાર ૪૮ લોકોએ મુલાકાત લીધી જેને કારણે ૨૫ હજારની આવક જોવા મળી હતી.