Gujarat માં તહેવારો દરમ્યાન ચાર દિવસમાં ઈમરજન્સી કેસોમાં 17 ટકાનો વધારો
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)દિવાળી અને નવ વર્ષના તહેવારો દરમ્યાન ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો વધારો નોંધાયો છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા છે. તહેવારોની ઉજવણી દરમ્યાન રોડ અકસ્માતના કેસો પણ વધ્યા છે. નવ વર્ષે અકસ્માતમાં 1087 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું થયું ઈમરજન્સી લેન્ડિંગ, કારણ જાણો
નવા વર્ષે સૌથી વધુ અકસ્માતના 1087 કેસ નોંધાયા
નવા વર્ષમાં અકસ્માતના કેસમાં વધારો થયો છે. જ્યારે દાઝવાના કેસમાં પણ વધારો નોંધાયો છે.ચાર દિવસમાં બર્ન્સનાં 113 કેસ નોંધાયા છે. જ્યારે દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ મારામારીના કેસ નોંધાયા છે.
રોડ અકસ્માતમાં પણ વધારો
દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો નોંધાયો છે.દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.
આ પણ વાંચો: બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…
દરરોજ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા
જ્યારે સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં દરરોજ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.