આપણું ગુજરાત

ગુજરાતમાં 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશનની પ્રક્રિયા શરૂ થઈ છે. એક સાથે 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. પી.જી.ધારૈયાને નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ) ચેતક કમાન્ડો ફોર્સ, ગ્રપ 12 ગાંધીનગરથી પોલીસ અધિક્ષક (વહીવટ) ચેતક કમાન્ડો ફોર્સ, ગ્રુપ 12 ગાંધીનગર ખાતે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

સ્ટેટ મોનીટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાને સ્ટેટ મોનીટરિંલ સેલના એસપી તરીકે નિમણુક આપવામાં આવી હતી. આ ઉપરાંત વિજયપાલસિંહ રામજીલાલ યાદવ, પરાગ પી વ્યાસ, બી એમ ચાવડા, એસ એસ રઘુવંશી, પી ડી મણવર, પી જી જાડેજા, પી એચ ભેંસાણીયા, ડી એચ દેસાઈ, એચ એ રાઠોડ, અજિતકુમાર એમ સોલંકી, બી સી ઠક્કર, એસ જી પાટીલ તથા એ એમ સૈયદને એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની બદલી: જૂનાગઢને નવા SP મળ્યા, કડીને પણ નવા SDPO…

ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષક (હથિયારી/બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગ (પે લેવલ રૂ.56,100-1,77,500) માં ફરજ બજાવતા અધિકારીઓને તેમની હાલની ફરજની જગ્યાને પોલીસ અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની એક્સ કેડર જગ્યા (લેવલ નંબર 11, પે લેવલ Rs.67,700-2,08,700) તરીકે અપગ્રેડ કરીને નિમણૂક આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button