આપણું ગુજરાતટોપ ન્યૂઝ
ગુજરાતમાં 163 હિસાબનીશ અધિકારીને મળી બઢતી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 સંવર્ગની જગ્યા ઉપર ફરજો બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાની હિસાબી અધિકારી, વર્ગ-2 સંવર્ગની જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક આપવામાં આવી હતી.
Also read: સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 કરવાનું મુખ્ય પ્રધાનનું આશ્ર્વાસન
હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 (પગાર ધોરણ રૂ. 39,900 – 1,26,000, પે મેટ્રીકલ લેવલ – 7) સંવર્ગની જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી, વર્ગ-2 (પગાર ધોરણ રૂ. 44,900 – 1,42,400, પે મેટ્રીક્સ લેવલ-8) સંવર્ગની જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી.