આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

બચકે રહેના રે બાબા…ડેબિટ-ક્રેડિટકાર્ડ, નેટ બેન્કિંગથી થતી છેતરપિંડી વધી ગુજરાતમાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ડેબિટકાર્ડ, ક્રેડિટકાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા થતાં ફાઇનાન્સિયલ ફ્રોડની સંખ્યામાં 25 ગણાનો વધારો નોંધાયો છે. દેશમાં સૌથી વધુ ફાઇનાન્સિયલ ફ્રોડના 12, 070 બનાવ મહારાષ્ટ્રમાં અને સૌથી વધુ 663 કરોડની છેતરપિંડી તમિલનાડુમાં થઇ હતી. એવુ સાંસદમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યુ હતુ.
કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ ગુજરાતમાં 2019-20માં 51 બનાવોમાં રૂ. 2.87 કરોડ અને 2023-24માં 1349 બનાવોમાં રૂ. 49.92 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. રાજ્યમાં પાંચ વર્ષ દરમિયાન ફાઇનાન્સિયલ ફ્રોડની સંખ્યા 25 ગણી થઇ તો રકમ 1600 ટકા વધી છે. આ દરમિયાન રાજ્યમાં કુલ 1914 બનાવોમાં 74.07 કરોડની છેતરપિંડી થઇ હતી, તેમ એક અહેવાલ જણાવે છે.

દેશમાં તમિલનાડુમાં સૌથી વધુ 663 કરોડની છેતરપિંડી
દેશમાં કુલ 44,599 બનાવોમાં રૂ. 2,137 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રમાં ફાઇનાન્સિયલ ફ્રોડના 12,070 બનાવ અને 486 કરોડની છેતરપિંડી થઇ હતી. આ ઉપરાંત ફાઇનાન્સિયલ ફ્રોડના તમિલનાડુમાં 8,466 બનાવ અને સૌથી વધુ 663 કરોડની છેતરપિંડી, દિલ્હીમાં 4,245 બનાવ અને 113 કરોડની છેતરપિંડી, ઉત્તર પ્રદેશમાં 2,364 બનાવ અને 121 કરોડની છેતરપિંડી,, હરિયાણામાં 2,281 બનાવ અને 110 કરોડની છેતરપિંડી, કર્ણાટકમાં 2,230 બનાવ અને 109 કરોડની છેતરપિંડી જઈ હતી.

ગુજરાતમાં ફાઇનાન્સિયલ ફ્રોડ પાંચ વર્ષમાં 25 ગણા વધ્યા
એક તરફ લોકોને જાગૃત કરવા માટે સરકાર સતત જાહેરાતો આપે છે ને બીજી તરફ ફ્રોડના કેસ વધતા જાય છે. ગુજરાતમાં ફાઇનાન્સિયલ ફ્રોડના 2019-20માં 51 બનાવોમાં 2.87 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઉપરાંત 2020-21માં 131 બનાવોમાં 6.27 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. 2021-22માં 146 બનાવોમાં રૂ. 5.14 કરોડની છેતરપિંડી , 2022-23માં 237 બનાવોમાં 9.87 કરોડની છેતરપિંડી, જ્યારે ગત 2023-24માં 1,349 બનાવોમાં 49.92 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. આમ રાજ્યમાં 2019-20માં 2.87 કરોડ અને 2023-24 માં 50 કરોડની છેતરપિંડી થકી પાંચ વર્ષમાં થતાં ફાઇનાન્સિયલ ફ્રોડ 25 ગણા વધ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button