આપણું ગુજરાત

વિસાવદરમાં જીત બાદ વિધાનસભામાં આપના 5 ધારાસભ્યો, ભાજપનું સંખ્યાબળ 162…

ગોપાલ ઈટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં જશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં કડી અને વિસાવદરને આજે પ્રતિનિધિત્વ મળતાં ધારાસભ્યોનું સંખ્યાબળ ફરી 182 થયું હતું. આ સાથે 15મી ગુજરાત વિધાનસભા ફરીથી અખંડિત થઈ છે. કડી અને વિસાદવર પૈકી એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નહોતી. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એક બેઠક વધીને 162 થયું છે જ્યારે આમ આદમી પાર્ટીની એક બેઠક વધતા સંખ્યાબળ 5 થયું છે. કોંગ્રેસને વિધાનસભા પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી.

ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીતની સાથે જ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થઇ ગયા છે. આ પહેલા આપના જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા,વિસાવદરના ગોપાલ ઇટાલિયા, ગારિયાધારના સુધીર વાઘાણી, બોટાદના ઉમેશ મકવાણા અને ડેડિયાપાડાના ચૈતર વસાવા ધારાસભ્ય છે. ગોપાલ ઇટાલિયાની જીત આપના પક્ષ વિરોધી વલણને પણ મજબૂત કરશે, કારણ કે તેમને ભાયાણીના ભાજપમાં જવાનો મુદ્દો બનાવ્યો હતો. જોકે, ભાજપ જે 182માંથી 161 બેઠક સાથે ગુજરાતમાં મોટી પાર્ટી છે તેના માટે આ હાર મોટો ઝટકો છે. વિસાવદરમાં 2007 બાદ ભાજપ જીતી શક્યું નથી.

ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે જેમાં સૌથી વધુ ભાજપના 162 ધારાસભ્ય થઇ ગયા છે. કોંગ્રેસના 12 ધારાસભ્ય છે જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે. બે અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.

આપણ વાંચો : કડી પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: નીતિન પટેલ ગદગદ, કોંગ્રેસનો ફરી સફાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button