આપણું ગુજરાત

સુરતમાં 150 મહિલાઓએ પોતાના ધાવણનું દાન કરી પીએમ મોદીના જન્મદિવસની કરી ઉજવણી

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની અમૃતમ સંસ્થા દ્વારા જે માતાને ધાવણ ન આવતું હોય તેમજ અનાથ નિરાધાર બાળકોને મદદરૂપ થવા મિલ્ક ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 150 જેટલી મહિલાઓએ પોતાના ધાવણનું દાન કરી માતા યશોદાની ભૂમિકા ભજવી હતી.

માતૃત્વની ફરજ અનોખી રીતે અદા કરી આ મહિલાઓએ સમાજમાં એક સુંદર સંદેશો પાઠવ્યો હતો. વર્ષ 2008થી સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા માસૂમ નિરાધાર બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અત્યાર સુધી આ સંસ્થાના માધ્યમ થકી માતાઓએ પોતાના ધાવણનું 8,21,550 મિલી લીટર દૂધનું દાન કર્યું છે. જેને એકત્રિત કરી સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવેલી યશોદા મિલ્ક બેંકમાં ડોનેટ કરવામાં આવે છે. કાર્યક્રમમાં 20 જેટલા ડોક્ટર્સ સહિત 100 જેટલા વોલીયન્ટર્સે સેવા આપી હતી. વધુને વધુ મહિલાઓ મિલ્ક ડોનેશન માટે જાગૃત થાય અને દરેક નવજાત બાળકને માતાનું દૂધ મળી રહે તેવો અમારો પ્રયાસ છે તેમ સંસ્થા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button