જખૌના 150 કરોડના હેરોઈન કેસમાં: હર્ષદ મહેતાના શેઠ રહી ચૂકેલા આરોપીને 12 દિવસના રિમાન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: જાલી પાસપોર્ટ બનાવવાના એક કેસમાં હાલ પટનાની બેઉર જેલમાં છેલ્લા 26 માસથી કેદમાં રહેલા અને એક સમયે શેર બજાર થકી કરોડો રૂપિયાનું સ્કેમ' આચરનારા મહાઠગ હર્ષદ મહેતાના
સાહેબ’ રહી ચૂકેલા મુંબઈના પાબ્લો એસ્કોબાર તરીકે ઓળખાતા નિરંજન શાહ નામના 68 વર્ષીય શખ્સને કચ્છના જખૌ પાસેથી બે વર્ષ અગાઉ પકડાયેલા રૂ.150 કરોડના હેરોઈનને મંગાવનાર તરીકે ત્રાસવાદ વિરોધી દળે અટક કરી તેના રિમાન્ડ મેળવવા નલિયા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં આ આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર મુંબઈ શહેરના જૂહુ વિસ્તારમાં રહેનારા અને બોગસ પાસપોર્ટ માટે પટનાની જેલમાં સજા ભોગવી રહેલા નિરંજન શાહના કેટલાક મહત્વના ઇનપુટ્સ મળ્યા બાદ એટીએસ દ્વારા પટનાની પ્રખ્યાત બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને નલિયાની કોર્ટમાં રજૂ કર્યો હતો.
શાહ સામે બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હેરાફેરી કરવા સહિતના સંખ્યાબંધ કેસ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા છે તેમજ યુ.એસ.એ. અને ટોરેન્ટોમાં અગાઉ તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છના જખૌ નજીકથી વર્ષ 2021માં પકડાયેલા દોઢસો કરોડના ડ્રગ્સ મામલે ચાલી રહેલી તપાસના સિલસિલામાં ધરપકડ હાથ ધરાઈ હતી.
રિમાન્ડ દરમિયાન નાપાક પાકિસ્તાનીઓ અને કેનેડામાં રહેલા કેટલાક ભારત વિરોધી તત્ત્વો સાથેના તેના કનેક્શન અને ડ્રગ્સ સિન્ડિકેટ અંગેની કેટલીક મહત્વની કડીઓ મળવાની સુરક્ષા એજન્સીઓને
આશા છે. ઉ