Kutchના સમુદ્રકાંઠેથી મળી આવ્યું 150 કરોડનું ડ્રગ : આનો સબંધ છે આ દેશો સાથે……
ભુજ: કચ્છનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માટેનો દરિયા કિનારો હોય તેમ આજે ફરી BSFને કચ્છના દરિયા કિનારેથી 150 કરોડનું ડ્રગ્સ મળ્યું છે. કચ્છના ક્રીક વિસ્તારમાંથી બિનવારસી પેકેટો મળી આવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે આ બાદ સમુદ્રકાંઠાના વિસ્તારો અને ક્રિક વિસ્તારમાં સઘન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે આ ડ્રગ્સનો સબંધ ઈરાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલો હોય તેવું મનાઈ રહ્યું છે.
BSFએ પાછળ એક અઠવાડિયામાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આજે 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કચ્છના દરિયાકાંઠા પર છાશવારે બિનવારસી ડ્રગના પેકેટ મળી આવે છે, જ્યારે આજે ફરી એક વાર બિન વારસી પેકેટ મળી આવ્યા છે. આજે મળી આવેલું ડ્રગ્સ ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટમાં મળ્યું હતું. બીએસએફ દ્વારા ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન હાથ ધોવામાં આવ્યું હતું અને આ સમયે સિન્થેટિક, હેરોઇન, ચરસના પેકેટ મળી આવ્યા હતા.
આ પણ વાંચો ; દ્વારકાના રૂપેણ બંદરથી ઝડપાયું 16.65 કરોડનું બિનવારસી ચરસ
BSFએ છેલ્લા એક અઠવાડિયામાં 120થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. આ બાબતને લઈને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં અને ક્રીક બોર્ડર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી લગભગ રોજ કચ્છના સમુદ્રતટના વિસ્તારોમાં 10 થી 20 ડ્રગ્સના પેકેટ મળી આવ્યાના સમાચારો સામે આવે છે.
જો કે આ પેકેટો અહી પહોંચે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. જો કે જાન્યુઆરી 2024 ની શરૂઆતમાં ઈરાનના સમુદ્રકિનારાથી એક નાવમાં કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યું હતું. જો કે આ પહેલા જ સુરક્ષા એજન્સીઓની નજરમાં આ નાવ આવી જતાં ડ્રગ્સ માફિયાઓએ 1800 કરોડનું ડ્રગ્સ પેકેટ સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જો કે આ પેકેટો સમુદ્રની લહેરોથી વિવિધ સમુદ્રના કાંઠાઓ સુધી પહોંચ્યા હોય એવું મનાઈ રહ્યું છે.
આ મામલે BSFના ગુજરાત ફ્રન્ટિયર IG અભિષેક પાઠકે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના અલગ અલગ સમુદ્રકાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સ મળી રહ્યું છે તેને લઈને BSF તેના પર નજર રાખી રહ્યું છે . ક્રીક વિસ્તારમાંથી અગાઉ પણ ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ મામલે ત્યાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રવિરોધી મનસૂબા સામે BSF કાયમ તત્પર છે.