આપણું ગુજરાત

અમદાવાદ-મુંબઈ વચ્ચે બરાબર દિવાળી વખતે ૧૫ ટ્રેનો રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદથી મુંબઈના રૂટ પર તા. ૨૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે ૧૫ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ૨૪ ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. જો કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર પર અસર થઈ છે.

રેલવેના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ખાતેના ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્યના કારણે એક મેગા બ્લોક થશે. જે હેઠળ તા.૨૬મી ઓક્ટોબરથી તા. ૭મી નવેમ્બર દરમિયાન ૧૫ ટ્રેનો રદ કરાઈ છે અને ૨૪ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ તથા એક ટ્રેનને રિશિડ્યૂલ કરાઈ છે. તા.૪થી નવેમ્બરની જેસલમેર-બાન્દ્રા ટર્મિનસને રેશિડ્યૂલ કરવામાં આવતા જેસલમેરથી ૬ કલાક મોડી ઊપડશે. જેમાં તા.૩જી નવેમ્બરની બાન્દ્રા ટર્મિ-બીકાનેર ટ્રેન, બાન્દ્રા ટર્મિનસ-બાડમેર, બાન્દ્રા ટર્મિનસ-ભૂજ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી અને બાન્દ્રા ટર્મિનસ-મહુવા જ્યારે તા. ૪થી નવેમ્બરે બાન્દ્રા ટર્મિનસ-જામનગર, ભૂજ-બાન્દ્રા ટર્મિનસ, દિલ્હી સરાઇ રોહિલા- બાન્દ્રા ટર્મિનસ, મહુવા-બાન્દ્રા ટર્મિનસ, ભૂજ-બાન્દ્રા ટર્મિનસ, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, બાડમેર-બાન્દ્રા ટર્મિનસ . તા. ૫મી નવેમ્બરે બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાઇ રોહિલા, બાન્દ્રા ટર્મિનસ-ભૂજ અને જામનગર-બાન્દ્રા ટર્મિનસ આ ઉપરાંત તા.૨૫મી ઓક્ટોબરથી ૭ નવેમ્બર વચ્ચે વિવિધ ટ્રેનોને બોરિવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી અને વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. તા.૨૮મી ને તા.૨૯મી ઓક્ટોબરની ૧૨૯૦૧-૦૨ દાદર-અમદાવાદને વલસાડથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી દાદર-વલસાડ વચ્ચે આંશિક રદ કરવામાં આવી છે. તા.૪થી નવેમ્બરની જેસલમેર-બાન્દ્રા ટર્મિનસને રિશિડ્યૂલ કરવામાં આવતા જેસલમેરથી આ ટ્રેન નિર્ધારિત સમય કરતાં છ કલાક મોડી ઊપડશે તેવું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button