અમદાવાદમાં 147મી રથયાત્રાઃ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું

અમદાવાદઃ શહેરમાં આગામી સાતમી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આજે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર સેક્ટર એકના એડિશનલ સીપી નિરજ બડગુજરે અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરમાં સાતમી જુલાઈના રોજ યાત્રા નીકળવાની છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક મહિના પહેલાથી અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. રથયાત્રાને માટે એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે એઆઈ ટેક્નિકલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા એક કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Read This…
આ ઉપરાંત અવતાર એપમાં ગુનાહિત શખ્સોના ફોટા અને વિગતો પણ એડ કરવામાં આવી છે. તો ફેસ રેગ્નેનાઈઝેશનની મદદથી ગુનાહિત શખ્સો પર વોચ રાખીને પકડી પાડવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર 1100 તેમજ પોલીસ દ્વારા પણ 1500 જેટલા એમ કુલ 2500થી વધુ સીસીટીવી કેમેરાથી રૂટ સજ્જ કરી દેવાશે.
ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા રથયાત્રા માટેની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને રથયાત્રા દરમિયાન પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્તની કોઇ કામગીરી સોંપી નથી. આ ટીમ માત્ર રથયાત્રા સાથે સામાન્ય નાગરીકની જેમ સિવિલ ડ્રેસમાં ફરશે અને શંકાસ્પદ વ્યકિતઓ જાણશે તો તાત્કાલિક નજીકના પોઇન્ટના અધિકારીને જાણ કરશે. આ સિવાય, ચોરી અને ચેઇન સ્નેચિંગનો બનાવ ના બને તેનું પણ ધ્યાન રાખશે.