આપણું ગુજરાત

રાજ્યમાં છ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં ૬ સરકારી મેડિકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરી છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે એવું રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજના સંચાલન સંદર્ભે આરોગ્ય પ્રધાને વિગતો જણાવ્યું હતું.

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની જીએમઇઆરએએસ સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ નો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન ૫૦૦ મેડિકલ બેઠકો વધી છે. તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્ધારા જીએમઇઆરએસ હેઠળ છેલ્લાં ૨૦ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની ૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ.૫૨૪૪ કરોડની રકમ ફાળવી છે.જેની સામે ટ્યુશન ફીની આવક રૂ.૨૨૧૬ કરોડ થઇ છે. યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ રૂ.૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ વિદ્યાર્થી સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે એમવાયએસ, ક્ધયા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, સીએમએસએસ યોજના તેમજ ફ્રી શિપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફીમાં રાહત મેળવતાં હોય છે.

આ ઉપરાંત ૮ કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ.૪૨૮૭ કરોડ ફાળવ્યા છે. નવી ૫ કોલેજોને રાજ્યના ૪૦ ટકા અને કેન્દ્રના ૬૦ ટકા લેખે ૯૭૬ કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેયુર્ં હતું.

વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમઇઆરએસ હસ્તકની ૧૩ મેડિકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજિત આવક રૂ.૩૭૫.૦૦ કરોડ સામે ૧૩ કોલેજો અને ૧૪ હોસ્પિટલોના અંદાજિત રૂ.૧૨૫૦.૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ.૮૪૩.૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે એવું તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker