આપણું ગુજરાતકચ્છભુજ

આધેડના વયના વેપારીએ કિશોરીને હવસનો શિકાર બનાવતા ચોમેરથી ફીટકાર

ભુજઃ આજથી નવ દિવસ માતાજીની આરાધના કરવાની જે દેશમાં પરંપરા છે ત્યાં મહિલાઓની અવદશા જોઈ કોઈને પણ શરમ આવે. હવસખોરો હૉસ્પિટલમાં ડોક્ટરને, સ્કૂલમાં વિદ્યાર્થિનીને પણ નથી બક્ષતા અને નાનકડી ભૂલકીઓથી માંડી કિશોરીઓ ને વૃદ્ધાઓ પણ આવા નરાધમોનો ભોગ બને છે. ગુજરાતના ભુજમાં પહેલા જ નોરતે આવી ઘૃણાસ્પદ ઘટના ઘટી છે.

ઘટનાની વિગતો અનુસાર ભુજ શહેરની ભાગોળે આવેલાં મિરજાપર ગામના છપરીવાંઢમાં એક ૫૫ વર્ષના આધેડ વયના નરાધમ દુકાનદારે એક ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યાનો શરમજનક બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

આદ્ય શક્તિની ઉપાસનાના મહાપર્વના ચાલી રહેલા સપરમા દિવસોમાં બનેલી ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, ગત મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો જેમાં પ્રોવિઝન સ્ટોર ચલાવનારા આધેડ વયના ઈશાક કુંભારની દુકાનમાં ભોગ બનનાર કિશોરી તેના ભાઈ સાથે પાણી ભરવા ગઈ હતી.

હવસમાં અંધ બનેલા ઈશાકે કિશોરીના ભાઈને પચાસ રૂપિયાની નોટ આપીને અન્ય દુકાને ખરીદી કરવા ધકેલી દીધો હતો અને સગીરાને યુક્તિપૂર્વક દુકાન પાછળ આવેલા પોતાના ઘરમાં લઈ ગયો હતો જ્યાં તેણે કિશોરીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે જાણ થતાં કિશોરીના પરિવારજનો તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. પોલીસે આરોપી વિરુધ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button