આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ

અમદાવાદ : રાજકોટના (Rajkot) ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ દિવસ બાદ ફોરેન્સિક નિષ્ણાતો 27માંથી માત્ર 13 સળગી ગયેલા મૃતદેહોની ડીએનએ(DNA) નમૂનાઓ પરથી ઓળખ કરી શક્યા છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, 13 મૃતદેહોની ઓળખ કરાયેલા પૈકી સાત મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. બાકી રહેલા લોકોને પરિવારોને મંગળવાર સવારે સોંપવામાં આવશે. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એઈમ્સમાં કોલ્ડ રૂમની સુવિધામાં રાખવામાં આવ્યા છે.

મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા

જે તે મૃતકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જેમાં સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (17), સ્મિત મનીષભાઈ વાળા, સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (45), જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (35), વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (35), વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (32) ચંદુભાઈ કાથડ (38) નો સમાવેશ થાય છે.

Read More: રાજકોટ અગ્નિકાંડમાં કોર્ટનું કડક વલણ, 3 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ

ડીએનએ સેમ્પલિંગ માટે પણ કોઈ પ્રવાહી બાકી નહોતું

મૃતદેહો ઓળખી શકાય નહિ તે રીતે સળગી ગયા બાદ ડીએનએ સેમ્પલિંગ જરૂરી હતું. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે સરળ ડીએનએ સેમ્પલિંગ માટે પણ કોઈ પ્રવાહી બાકી નહોતું. કેટલાક મૃતદેહોના ટુકડા પણ કરવામાં આવ્યા હતા તેઓએ ઉમેર્યું હતું.

મૃતદેહમાંથી ડીએનએ સેમ્પલ કાઢવા માટે લોહીની જરૂર પડે છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહોતું (શરીરમાં બાકી હતું). તેથી, સમય બચાવવા માટે મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.

18 થી વધુ સભ્યોની ટીમ કાર્યરત

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની તપાસની સમીક્ષા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે 18 થી વધુ સભ્યોની ટીમ મૃતદેહ તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પહોંચાડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

25 મેના રોજ લાગેલી આગમાં સાત સગીર સહિત 28 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી, એક ગુમ વ્યક્તિ સિવાય તમામના અવશેષો મળી આવ્યા છે.

મોડી રાત સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

કેટલાક ડીએનએ નમૂનાઓ સોમવારે ઓળખવામાં આવ્યા છે. ડીએનએ પૃથ્થકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને બાકીના સેમ્પલની શક્ય તેટલી વહેલી તકે પુષ્ટિ કરવાની અપેક્ષા છે. સંભવત આજે મોડી રાત સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર એફએસએલ રવિવારે સવારે 5 વાગ્યાથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જે પ્રથમ ડીએનએ સેમ્પલ આવ્યા તે લોહી અને પોસ્ટમોર્ટમ સેમ્પલ હતા.

Read More: રાજકોટ અગ્નિકાંડ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની કરાઈ બદલી

36-48 કલાકનો સમય લાગવાનો અંદાજ

ડીએનએ સેમ્પલ કાઢવાથી લઈને અંતિમ રિપોર્ટ સુધી. દરેક તબક્કે, પરીક્ષણનો સમયગાળો નમૂનાના પ્રકારને આધારે નક્કી કરવામાં આવે છે. કેટલાક સખત નમૂનાઓને ઓળખવામાં લગભગ 36-48 કલાકનો સમય લાગવાનો અંદાજ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button