ગુજરાતમાં અચાનક 13 IAS અધિકારીની કરી બદલી, જોઈ લો યાદી? | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં અચાનક 13 IAS અધિકારીની કરી બદલી, જોઈ લો યાદી?

ગાંધીનગરઃ રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બદલીઓમાં અશ્વિની કુમારને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમ. થેનારસનને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હતા.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણેને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેજસ દિલીપભાઈ પરમારને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. નર્મદાના ડીડીઓ તરીકે રાજ સુથારની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચો -‏‏‎ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button