ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ મનપા કમિશનરને 112 વેપારી એસોસિયેશને કરી રજૂઆત
રાજકોટ: TRP ગેમઝોન ફાયર દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજકોટ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વેપારીઓ પર ફાયર NOC અને બિયુ સર્ટિફિકેટને લઈને થઈ રહેલી હેરાનગતિને લઈને 112 જેટલા વેપારી એસોસિયેશન દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે મળીને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે ટૂંક સમયમાં જ વેપારીઓને રાહત થાય તેવી SOP જાહર કરવામાં આવશે તેવી ખાતરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી.
રાજકોટમાં 26 મેના રોજ કાલાવડ રોડ પર TRP ગેમઝોન ખાતે સર્જાયેલી દુર્ઘટના બાદ ઘોર નિંદ્રામાં પોઢેલી રાજકોટ મનપા અચાનક જ સફાળી જાગી હતી. મનપા દ્વારા છેલ્લા અઠવાડીયામાં શહેરમાં ફાયર સેફટી અને બીયુ સર્ટિફીકીટને લઈને કાર્યવાહી કરી હતી, આ કાર્યવાહીમાં ઉદ્યોગો, દુકાનો કે અન્ય સ્થળો પર ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નહિ ધરાવતા એકમો પર સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે શહેરના ઉદ્યોગપતિઓ, નાના વેપારીઓ અને અન્ય એકમો ચલાવતા સંચાલકોને ત્યાં તાત્કાલિક સીલ મરવામાં આવતા હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : ગેમઝોન દુર્ઘટનાને લઈને SIT વડા સુભાષ ત્રિવેદીની મીડિયા સાથે ટૂંકી વાતચીત, કહ્યું ‘તપાસ ચાલી રહી છે’
જેને લઈને રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય 112 વેપારી એસોસિયેશન દ્વારા મળીને આજે રાજકોટ મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારી સંગઠનોએ માંગ કરી હતી કે તાત્કાલિક કરવામાં આવતી કામગીરીને લઈને રોષ ઠાલવ્યો હતો. તેઓએ માંગ કરી હતી કે ફાયર સેફટીની સુવિધાઓ, એનઓસી સર્ટિફિકેટ અને બીયુ સર્ટિફિકેટને લઈને થોડો સમય આપવામાં આવે અને વ્યાપરીઓને રાહત આપવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનરે ખાતરી આપી હતી કે આ અંગે બે દિવસની અંદર એસઓપી જાહેર કરવામાં આવશે. જેમાં શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના ઉદ્યોગપતિ ઓ, વેપારીઓ અને અન્ય સામાન્ય લોકો મનપાની આ કાર્યવાહીથી હેરાન છે. તેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય 112 જેટલી વ્યાપારી સંસ્થાઓએ આ બાબતે મિટિંગ કરી હતી અને આજે મનપા કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મોટાભાગની સમસ્યાઓ સરકારી પક્ષે છે કરણ કે 2019 માં કરવામાં આવેલી અરજીઓનો આજસુધી નિકાલ કરવાંમાં નથી આવ્યો. કોર્પોરેશન આ બાબતે સમય આપે અને કોઈને પણ હેરાન કરવામાં ન આવે. આગામી 13 મી શાળાથી વેકેશન ખૂલી રહ્યા છે આથી શાળાઓને પ્રાથમિકતા આપવાંઆ આવી રહી છે અને બાદમાં અન્ય એકમોના સીલ ખોલવામાં આવશે. તેમજ 24 કલાકમાં SOP જાહેર કરવામાં આવશે.