આપણું ગુજરાત

મોરબીમાં ડુપ્લિીકેટ દારૂની ફેક્ટરીમાંથી ૧૧ આરોપી ઝડપાયા: ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબીના રફાળેશ્ર્વર વિસ્તારમાં આવેલી એક બંધ પડેલી ખાનગી ફેક્ટરીના ભાડે આપેલા ગોડાઉનમાં ગેરકાયદેસર ધમધમતી દેશી દારૂની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. પોલીસે તેમાં કામ કરતા ૧૧ શખ્સ પાસેથી દારૂ, ખાલી બોટલો, મશીનરી તેમ જ ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મોરબીના રફાળેશ્ર્વર વિસ્તારમાં આવેલા એક બંધ પડેલી ખાનગી ફેક્ટરીમાં મુખ્ય આરોપી સુરેશકુમાર ઉપરાંત અન્ય મળીને આધુનિક સેન્સરવાળા મશીનથી દારૂ ભરતા હતા. વિશ્વજીત, ચંદ્રપ્રકાશ, રિંકુ, રાજકુમાર, લીલાધર, નિલેશ, ધર્મેન્દ્ર, રણજીત, બલવાન અને સચિન નામના શખ્સને ઝડપી લઇ તમામની પૂછપરછ શરૂ
કરી હતી. ફેકટરીમાં આધુનિક સેન્સરવાળા મશીન રાખી દારૂ ભરવામાં આવતો હતો. એક જાણિતી વિદેશી બ્રાંડનો ડુપ્લિકેટ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ફેક્ટરીમાં હાજર ૧૧ લોકોને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી ૧૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button