આપણું ગુજરાત

ઉત્તરાયણના દિવસે 108ને મળ્યા 3707 જેટલા ઈમરજન્સી કૉલ; અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ને 3707 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. જો જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા હતા.

સુરતમાં 320, રાજકોટમાં 235 કોલ આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં હતા. અકસ્માતના 585 કોલ એટેન્ડ કરાયા તે ઉપરાંત અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કૉલ નોંધાયા હતા. આ સિવાય આખા દિવસ દરમિયાન ધાબા પરથી પડવા સબંધિત 284 કૉલ રિસીવ કરવામાં આવ્યા હતા.

Also read: ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદમાં સૌથી વધુ 76 કો જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 76 કોલ નોંધાયા હતા. જ્યારે મારામારી સબંધિત કુલ 242 કોલ રિસીવ કરવામાં આવ્યા હતા, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 57 નોંધાયા હતા. આ સિવાય 108 ઈમરજન્સીએ શ્વાસ સબંધિત કુલ 183 કોલ એટેન્ડ કર્યા હતા, જેમાં સૌથી વધુ 50 કોલ માત્ર અમદાવાદમાંથી જ આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button