રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 107 વર્ષના સમજુબા ખુશખુશાલ

રાજકોટઃ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષની ઉંમર ધરાવતા સમજુબેન પડી જતા તેમના થાપાના ભાગના હાડકાને ઈજા પહોંચી હતી, જેની સર્જરી કરવી પડે તેવી પરિસ્થિતિમાં એઈમ્સ હોસ્પિટલમાં જોખમ વધારે લાગતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 107 વર્ષની ઉમર ધરાવતા સમજુબેનની સફળ સર્જરી કરવામાં આવી હતી.
107 વર્ષની ઉંમર ધરાવતા સમજુબેન જાદવજીભાઈ પંચાસરા (રહે-ઉદ્યનગર મવડી ચોકડી) રાજકોટ ઘરમાં જ પડી જવાથી સાથળ ના ભાગે થયેલ ઇજાના કારણે હાડકું તૂટી ગયેલ હતું.
પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ઓપરેશન માં રિસ્ક જેવું નથી, જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલ પર ભરોસો કર્યો હતો. અને અહીંયા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મેજર ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
પરિવાર દ્વારા જણાવાયું હતું કે બાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર સતત 24 કલાક મોનિટરિંગ કરી પુરી પાડવામાં આવી હતી. સમજુબા હાલ સ્વસ્થ છે અને પરિવાર ખુશ છે.
Also Read –