Gift Cityનું વિસ્તરણ પડતું મુકાતા ભાજપના જ નેતાઓના 10,000 કરોડ ડૂબ્યાં
ગાંધીનગર: સરકારે ‘સપનાના શહેર’ની ઉપમા આપેલી ગિફ્ટ સિટીના વિસ્તરણથી હાથ ખંખેર્યા નાખ્યા છે અને હવે તેનું વિસ્તરણ ગોફટ સિટી અંતર્ગત નહિ પરંતુ GUDA હેઠળ કરવાનું છે. જો કે હવે જમીનની કિંમતમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે હાલ એ ચર્ચાનું જોર જામ્યું છે કે ભાજપના જ કેટલાક નેતાઓ અને મોટા અધિકારીઓએ પોતાની બ્લેક મની રોકી હતી પરંતુ હાલ તેની કિંમતમાં કડાકાભેર ઘટાડો થઈ જતાં ભાજપના જ નેતાઓના આશરે 10,000 કરોડ રૂપિયા ડૂબ્યાં હોવાની ચર્ચાએ ભારે જોર કર્યું છે.
ગિફ્ટ સિટી એ માત્ર સરકાર માટેનું ડ્રીમ સ્વપ્ન ન હતું પરંતુ ભાજપના જ ભ્રષ્ટ નેતાઓ અને અમુક અધિકારીઓએ અહી પોતાના કાળા નાણાનું રોકાણ કર્યું હતું. સરકારે ગિફ્ટ સિટીના વિસ્તરણની યોજના બનાવવા માટે બે પરિપત્રો પણ કરીને આજુબાજુના પાંચ ગામોની જમીનો સમાવવામાં આવી હતી પરંતુ અહી રોકાણ કરેલ રાજકારણીઓએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : Dahej અને Saykha GIDCમાં અબજોના ભ્રષ્ટાચારનો કૉંગ્રેસનો આક્ષેપ
આ વિસ્તરણમાં અનેક પડકારોનો સામનો સરકારે કરવો પડ્યો હતો. જો કે તેની સાથે જ આ રાજકારણીઓએ પણ ગિફ્ટ સિટીમાં પણ નવા વિસ્તારોનો ઉમેરો કરવાની સાથે તેને હાલના ગિફ્ટ સિટી વિસ્તારમાં FSIમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રાહતો આપવા માટે પણ સરકારને દબાણ કર્યું હતું. તો વળી આ રાજકારણીઓ રોડ કે અન્ય સુવિધાઓ માટે થનારી જમીનની કપાત સામે વાંધો ઉઠાવ્યો હતો.
જો કે ત્યારબાદ બાદ આ મુદ્દો માત્ર ગુજરાત સરકાર સુધી સીમિત ન રહેતા છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ નવા વિસ્તારને સમાવવાનું અને વિકાસ કરવાનું જ સરકારે માંડી વાળ્યું હતું. અંતે હવે આ જમીન ગિફ્ટ સિટી અંતર્ગત વિકસિત કરવાને બદલે હવે આ જમીન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ વિકાસવામાં આવશે. જો કે આ દરમિયાન અહી રોકાણ કરનાર મોટા અધિકારીઓ અને રાજકારણીના લગભગ 10,000 કરોડની મૂડી ડૂબી ગઇ હોવાની ચર્ચા છે.
અહી બનનારી ટાઉનશીપ, બહુમાળી ઇમારતો અને અન્ય મોટા જાહેર પ્રોજેક્ટ માટેની સુવિધાઓ માટે 40 ટકા જેટલી જમીનની કપાત માંગી હતી. જો કે તે ઘટાડવા માટે રાજકારણીઓ અને રોકાણકરોએ સરકાર પર દબાણ કર્યું હતું અને બિલ્ડિંગની ઊંચાઈ વધારવા માટે પણ માંગ કરી હતી. આથી ગુજરાત સરકારની હાલત અહી સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતાં અંતે સરકારે માત્ર હવે માત્ર 359 હેક્ટર્સ જમીન પર જ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.