જામજોધપુરમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી સાથે મળીને જામજોધપુરમાં આવેલી એક જાણીતી ડેરી પર દરોડો પાડીને તેનો વેપારી તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘી વેચતો હોવાની જાણ થતાં ડેરીમાંથી ૧૦૦ કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે વેપારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, જામજોધપુરના બહુચરાજી મંદિર પાસે આવેલી એક જાણીતી ડેરીની દુકાનમાં તેના સંચાલક બિપીન ગોહેલ તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરે છે. ફૂડ વિભાગના અધિકારીઓ સાથે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડેરી અને તેના ઘરમાંથી ૧૦૦ કિલો નકલી ઘી મળી આવ્યું હતું. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીની હાજરીમાં પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થાના સેમ્પલ લીધા હતા અને તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં
આવ્યા હતા. ઉ