આપણું ગુજરાત
વડોદરા શહેરમાં ૧૦ પી.આઈ. અને ૩૨ પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં ૧૦ પીઆઇ તેમજ ૩૨ પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલી થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશનરે અકોટા અને કુંભારવાડાના બે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન શુક્રવારે શહેર પોલીસ કમિશનરે કુંભારવાડાના પીઆઇ તરીકે ટ્રાફિક શાખાના વાય એમ મિશ્રાને મૂકી અગાઉના પીઆઇ ડીવી ઢોલાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમ જ સ્પેશિયલ બ્રાન્ચના પીઆઈ એસએમ વેકરીયાને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે બદલી કરી હતી.
આ ઉપરાંત ઇકોસેલના મહિલા પીઆઇ એચ ડી તુવરને ડીસીબી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા અને સાથે એમઓબી નો ચાર્જ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે ઝેડ એન ધાસુરાને ઇકો સેલમાં મૂક્યા હતા. ઉ