કુવૈત આગકાંડ બાદ 10 ગુજરાતીઓની પોલીસે અટકાયત કરીઃ તમામ સાબરકાંઠાના
અમદાવાદઃ કુવૈતની એક ઈમારતમા 12મી જુનના રોજ આગ લાગતા 50 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં 45 ભારતીય શ્રમિકો એક જ ઈમારતમાં રહેતા હતા. આ આગકાંડ બાદ કુવૈત પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આ ઈમારતમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાં કેટલાક ગુજરાતીઓ પણ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યુ છે. ત્યારે આવા ગેરકાયદે રહેતા 10 ગુજરાતીની કુવૈત પોલીસે ધરપકડ કરી છે.
કુવૈતની ઈમારતના આગકાંડ બાદ કુવૈત પોલીસે ગેરકાયદેસર રહેતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
Also Read: Sabarmati નદીમાં પ્રદૂષણને લઇને હાઇકોર્ટે એએમસીને ફટકાર લગાવી, કહી આ વાત
ગુજરાતીઓની અટકાયતથી સાબરકાંઠામાં રહેતો તેમના પરિવારો ચિંતાતુર બન્યો છે. પરિવારે પોતાના લોકોને છોડાવવા માટે સરકાર પાસે મદદની આશા રાખી છે. આ અંગે રમણભાઈ કુરજીભાઈ મોઢ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન અને સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલા બારાને પત્ર લખીને આ લોકોને મુક્ત કરવા માંગ કરી છે.
બીજી તરફ, અટકાયત કરાયેલા ગુજરાતી યુવકોને છોડવવા માટે ઈન્ડિયન એમ્બેસી પ્રયાસ કરી રહી છે. પરંતુ હાલ વતનમાં રહેતો તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે.
Also Read: કુવૈત આગકાંડ બાદ 10 ગુજરાતીઓની પોલીસે અટકાયત કરીઃ તમામ સાબરકાંઠાના
અત્રે ઉલ્લેખનીય છે કે કુવૈતની મંગફ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં 50 લોકોના મોત બાદ ત્યાંની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કુવૈતના મંત્રીએ બિલ્ડિંગના માલિકને પકડવાના આદેશ આપી દીધા છે. તેમણે કહ્યું કે, બિલ્ડિંગ અને મજૂરોથી સંબંધિત કંપની બંને આ ઘટના માટે જવાબદાર છે.