તરભના વાળીનાથ ધામમાં ૧૦ લાખ માલધારીઓ ઊમટ્યા
૨૨મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પધારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લાના તરભ ખાતે આવેલા શિવધામ તીર્થધામ અખાડામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને ગુજરાતના બીજા ક્રમના આશરે ૫૦૦ કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તા. ૧૬મીથી શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં મંગળવાર સુધીમાં ૧૦ લાખ ભક્તો વાળીનાથ ખાતે દર્શનનો અને ભવ્ય કાયક્રમનો લાભ લીધો હતો. ૨૨મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે.
મહેસાણાના વિસનગર તાલુકાના ગામ તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. વાળીનાથમાં આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલાં પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ ભક્તિ અને ધાર્મિક શ્રદ્ધા જાગૃત કરી રહ્યા હતા, જેમના નામ ઉપરથી ગામનું નામ તરભ પડ્યું. ભક્તરાજ તરભોવન રબારીના આગ્રહને વશ થઈને વિરમગીરિજી બાપુ હાલના વાળીનાથ ધામ ખાતે પધાર્યા હતા. વિરામગીરીજી બાપુને સ્વપ્નમાં જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ અને ધૂણીના દર્શન થયા હતા. બાપુએ જમીનમાં દટાયેલી મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી તેની પ્રતિષ્ઠા કરી. તેમ જ ત્યાં આવેલા રાયણના વૃક્ષ નીચે ચીપિયાથી ધરતી ખોદીને અખંડ ધુણી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી મોટી સંખ્યામાં માલધારી સમાજ અહીં દર્શન માટે આવે છે. માલધારી સમાજ તેમની ગુરૂગાદી માને છે. મંદિરનું નિર્માણ થયું ત્યારથી માલધારી સમાજના લોકો સેવક તરીકે અહીં સેવા આપી રહ્યાં છે. તેમ જ પૂજ્ય વીરમગીરીજી માલધારી સમાજના આગ્રહથી પધરામણી કરી હોવાથી માલધારી સમાજ વિશેષ આસ્થા ધરાવે છે, જેની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી યોજાવાની છે અને ૧૬ લાખથી વધુ લોકો તેમાં પધારવાના છે. ગુજરાતભરમાં ફરી ભક્તોને પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું. રબારી સમાજના લોકોમાં એક અતૂટ આસ્થા વાળીનાથ ધામ પ્રત્યે રહેલી છે. ઉ