SHOCKING: જૂનાગઢમાં પતિના આપઘાતના 48 કલાકમાં જ પત્નીએ ભર્યું અંતિમ પગલું
![Junagadh News After husband death wife commits suicide](/wp-content/uploads/2024/12/Junagadh-News-After-husband-death-wife-commits-suicide.webp)
જૂનાગઢઃ જૂનાગઢમાં (Junagadh) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પતિ-પત્ની (Husband Wife) વચ્ચે થયેલી માથાકૂટ બાદ પતિને લાગી આવ્યું હતું અને આપઘાત (suicide) કર્યો હતો. પતિના મોતના બે દિવસ બાદ પત્નીએ પણ જીવન ટૂંકાવી દીધું હતું. પત્નીએ આ ચોંકાવનારું પગલું પતિની ઉત્તરક્રિયા અને એન્ગેજમેન્ટ એનિવર્સરીના દિવસે જ ભરતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પણ વાંચો: જામકંડોરણાના સનાળા ગામે સામૂહિક આપઘાત; ઘર કંકાસમાં ભર્યું અંતિમ પગલું
મળતી વિગત પ્રમાણે, જૂનાગઢમાં રહેતા એક પુરુષના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં 16 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો છે. દંપત્તિમાં નાની નાની વાતોમાં ઝઘડો થતો હતો. 23 ડિસેમ્બરે પતિએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. બે દિવસ બાદ તેની ઉત્તરક્રિયા હતી ત્યારે સવારમાં જ પત્નીએ પણ ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામી હતી.
પરિવારજનોએ શું કહ્યું
મૃતકના પરિવારજનોએ કહ્યું, ઘરકંકાસમાં એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. બે બાળકો નોંધારા બન્યા છે. મોટાભાગે દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા હોય છે. પરંતુ આ ઝઘડાઓથી એવા કોઈ નિર્ણય ન લેવા જોઈએ કે એ નિર્ણયથી પછી પરિવારને દુઃખ ભોગવવાનો વારો આવે.