વડોદરામાં દબાણ શાખાની ટીમે બે ટ્રક ભરી સામાન જપ્ત કરતા લારી અને પાથરણા ધારકોમાં રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેરમાં મંગળ બજાર, નવા બજાર અને કલામંદિરના ખાંચામાં ચણીયા ચોલી અને કુર્તા બજારમાં ખરીદી માટે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ દરમિયાન વડોદરા મનપાની દબાણ શાખા ટ્રાફિકને અડચણરૂપ થતા લારી અને પાથરણાવાળાઓ પર ત્રાટકી દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. જેમાં બે ટ્રક ભરી લારી અને પાથરણાનો સામાન જપ્ત કરી લેવામાં આવતાં મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં લારી પાથરણા ધારકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યા હતા કે, પાલિકાની દબાણ શાખા વેપારીઓની એજન્ટ બની તેમના દુકાનદારોના ઈશારે પથારાઓ ઉઠાવે છે.
મુખ્ય માર્ગ પર લાગતા પાથરણાઓને કારણે દુકાન ધરાવતા વેપારીઓના પેટમાં તેલ રેડાય છે. કમાણી કરતા પાથરણાવાળા વેપારીઓ અને દબાણ શાખાને આંખમાં કણાની જેમ ખટકે છે.