આપણું ગુજરાત

અમદાવાદના વર્ષો જૂના ટાઉન-હોલ અને ટાગોર હોલની ₹ ૨૬.૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના વર્ષો જૂનાં ટાઉનહોલ અને ટાગોર હોલની મનપા રૂ. ૨૬ કરોડ ૫૩ લાખના ખર્ચે કાયાપલટ કરશે. આશ્રામ રોડ પર આવેલ ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઉનહોલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કરાશે.

શહેરના આશ્રામરોડ પર આવેલ ટાઉનહોલ લગભગ ૭૦ વર્ષ જૂનો છે અને કેટલાંક વર્ષથી ટાઉનહોલ જર્જરિત થઈ ગયો હોવાથી તે બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા અગાઉ લાખો રૂપિયા ખર્ચીને ટાઉનહોલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ટાઉનહોલનું સ્ટ્રક્ચર મજબૂત રહ્યું નથી અને સામાન્ય રિપેરિંગ કરીને ટાઉનહોલને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી હવે ટાઉનહોલના રિપેરિંગ માટે જંગી ખર્ચ કરવો પડશે. પરિણામે રૂ. ૨૬ કરોડના ખર્ચે ટાઉનહોલને રિપેર કરવામાં આવશે. ટાઉનહોલના રિપેરિંગ માટે સંપૂર્ણપણે બ્રિકવર્ક અને હેરિટેજ રીપેર ટેક્નિક્સનો ઉપયોગકરીને એલીવેશન જાળવીને કોન્ક્રીટ રિપેરિંગ કરાશે. ઉપરાંત શહેરના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં રિપેરિંગ અને રિનોવેશન માટે ૫૩.૭૫ લાખનો ખર્ચ કરવાની પણ દરખાસ્ત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button