અમદાવાદ મનપાનું ₹ ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ રજૂ: શહેરમાં લોટસ ગાર્ડન બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ મનપાનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. ૧૦૮૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં ૧૪૬૧.૮૩ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં શહેરમાં લોટ્સ ગાર્ડન બનાવવાનું મનપાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની જોગવાઈ છે. તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં ૧૦૦ ટકા રાહતની જાહેરાત કરાઇ છે. તેમજ કઠવાડામાં ૪૫ કરોડના ખર્ચે ગૌશાળા બનાવાશે. રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવવામાં આવશે. તેમજ રાજપથ ક્લબથી બોપલને જોડવા અંડરપાસ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. તથા ફિઝિબિલિટી રિપોર્ટ માટે બજેટમાં જોગવાઈ છે. તથા મ્યુનિ. કાઉન્સિલરના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં મનપા દ્વરા ૨૦ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ એક હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-૩ નું કામ કરાશે. જ્યારે ૨૫૦ કિમીના રસ્તા રીગ્રેડ કરાશે. જ્યારે ૪૦ કિમીના માઈક્રો રિસરફેસિંગ કરાશે. તેમજ ૧૦૦ કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી ૪૦૦ કિમી રોડ ૭૯૦ કરોડના ખર્ચે બનાવાશે. ૧૩૫ કરોડના ખર્ચે પાંચ આઈકોનિક રોડ બનાવાશે. આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. તેમજ સીટિંગ એરેજમેન્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું ૭૫ કરોડનાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો શહેરમાં પ્રવેશવાના ચારે તરફના રોડ પર ૧૫ કરોડના ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.