આપણું ગુજરાત

સુરતમાં છ મહિનાથી ચાલતો સામૂહિક આપઘાતનો સિલસિલો: પાંચ ઘટનામાં ૨૦નાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં છેલ્લાં છ મહિનામાં પાંચ સામૂહિક આપઘાતની ઘટના બની છે, જેમાં કુલ ૨૦ લોકોના મોત થયાં હતાં. જેમાં પહેલી સામૂહિક આપઘાતની ઘટનામાં ૮મી જૂન ૨૦૨૩ના રોજ પહેલાં ચાર અને થોડા દિવસ બાદ બે સભ્યએ આપઘાત કર્યો હતો. બીજી ઘટનામાં ૮મી ઑગસ્ટ ૨૦૨૩ના રોજ દીકરીની હત્યા કરી માતાએ આપઘાત કર્યો હતો. ત્રીજી ઘટનામાં સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ બે બાળકની હત્યા કરી માતાએ આપઘાત કર્યો હતો. ચોથી ઘટનામાં ૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં બની હતી. પાંચમી ઘટના તાજેતરમાં ગત ૨૮મી ઑકટોબરના રોજ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના મોભીએ માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પહેલી ઘટના ૮મી જૂન ૨૦૨૩ના રોજ સુરત ખાતે સ્થાયી થયેલા મૂળ સિહોરના વિનુ મોરડિયા તેના પત્ની શારદા તેમ જ પુત્રી સૈનિતા (ઉં.વ.૧૯) તેમ જ પુત્ર ક્રિષ (ઉં.વ. ૧૭) ચારેય સભ્યોએ તેના ઘરેથી થોડે દૂર જઇ આત્મહત્યા કરી હતી. ત્યારે તેના અન્ય બે સંતાનો ઋષિતા મોરડિયા અને પાર્થ મોરડિયા ઘરે હાજર ન હોવાથી તેઓ બન્ને બચી ગયા હતા. દરમિયાન ૧૮મી ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે ઋષિતા મોરડિયા (ઉં.વ.૨૬) અને પાર્થ મોરડિયાએ (ઉં.વ.૨૧) ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. માતા-પિતા તેમ જ ભાઇ-બહેનના મોત નીપજતા તેમને પણ આ દુનિયામાં રહેવું ન હોઇ જેથી પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બીજી ઘટના ૮મી ઑગસ્ટ ૨૦૨૩ના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં બની હતી. જેમાં રિંકલ કેયુર કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ સાથે ઘણા સમયથી રહેતી હતી. ૮મી ઑગસ્ટના રોજ બપોર બાદ ઘરે કોઈ ન હતું ત્યારે માતા રિંકલ કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયાને ગળે ફાંસો આપી મોત નિપજ્યાવ્યું હતું. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્રીજી ઘટના ત્રીજી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સુરતના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બની હતી. જેમાં માતા રિટા ચોરસિયા (ઉં.વ.૩૫) એ અચાનક બે બાળક સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button