વડોદરામાં સ્પેનના સી 295 વિમાનોનું ઉત્પાદન થશે
અમદાવાદ: વડોદરામાં સ્પેનના સી 295 પ્રકારના 40 વિમાનોનું ઉત્પાદન થશે. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં થયેલા કરાર અન્વયે આ ઉત્પાદન થશે. આવું પહેલું વિમાન લેવા ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે સ્પેન પહોંચી
ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનોનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે અને આ વિમાનો ભારતીય વાયુસેનાની તાકાત વધારશે. ટૂંક સમયમાં પહેલું સી 295 સૈન્ય વિમાન ભારતમાં લેન્ડ થશે. આ વિમાન સ્પેનથી મળશે. અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે સ્પેન પહોંચી ગયા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ વિમાનોની ડીલ થઇ હતી.
માહિતી અનુસાર ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી 295 વિમાનો ખરીદવાની ડીલ કરી હતી. આ વિમાન એવરો 748 વિમાનોનું સ્થાન લેશે. ગુજરાતના વડોદરા ખાતે
56માંથી 40 વિમાનોનું ઉત્પાદન થશે જ્યારે સ્પેનથી ભારતને 16 વિમાનો મળશે. આમ બાકીના 40 વિમાનોનું ઉત્પાદન કરવાનું બહુમાન ગુજરાતના વડોદરાને મળશે. યુપીના ગાઝિયાબાદમાં હિંડન એરબેઝ પર સપ્ટેમ્બરે માસમાં આ વિમાન લેન્ડ થાય એવી સંભાવના છે. ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી. સમજૂતી હેઠળ ચાર વર્ષમાં 16 વિમાનો મળવાના છે. ઉ