આપણું ગુજરાત
કેવડિયા નજીક કોંક્રીટ મિક્સર ટ્રક સાથે બાઈક અથડાતાં ૨ સગીરનાં મોત
સગીર બાઇક ચાલકના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા જિલ્લાના કેવડિયા નજીક કોંક્રીટ મિક્સર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર સવાર બે સગીરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પરિમલ શૈલેષ તડવી બાઈક પર ડબલ સવારીમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન ગભાણા પુલ નજીક કોંક્રીટ મિક્સર ટ્રકના પાછળના ભાગમાં તેમનું બાઈક ઘૂસી ગયું હતુ. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર પરિમલ તડવી (૧૭) અને પાછળ બેઠેલ હરેશ તડવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકો પિતરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો કેવડિયા ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત બાઈક ચાલક પરિમલના પિતા શૈલષ તડવી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.