જૈન મરણ
વિશા શ્રીમાળી જૈન
ભાવનગરવાળા કંચનબેન શાંતિલાલ ઓતમચંદ શાહના પુત્ર. મનોજભાઈના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં.વ. 72) તે મંજુલાબેન, સૌ. હર્ષા ભદ્રેશ શાહ, સૌ. મોના રાજેન શાહના ભાભી. સ્વ. રુતવીક, અ.સૌ. દૃષ્ટિ તેજસ મહેતા, ખુશ્બુ મેહુલ શાહ, જૈની રાહુલ કાપડિયાના માતુશ્રી. પિયર પક્ષે કેશવલાલ જેચંદભાઈ ગાંધી મુળિવાળા હાલ-મલાડની દીકરીની તા. 20-5-24, સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તેમની સાદડી બન્ને પક્ષની તારીખ: 21-5-24ને મંગળવારના બપોરના 3થી 6 સુધી તેમના નિવાસસ્થાને રાખેલ છે. 901, સાઈ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, અશોક ચક્રવર્તી નગર, ક્રોસ રોડ નં.1, કાંદિવલી (ઈ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ કકરવા હાલે મનફરાના સ્વ. મોંઘીબેન અરજણભાઈ નંદુ (ઉં.વ. 92) શુક્રવાર, તા. 17-5-24ના મનફરા મધ્યે અવસાન પામેલ છે. ભાવલબેન દેવશી ખેતશીના પુત્ર. સ્વ. હંસરાજ, મણીબેન, પાનુબેન, તારાબેનના માતુશ્રી. ડુંગરશી સતરા, સ્વ. મણીલાલ કારિઆ, જયંતીલાલ ગડાના સાસુ. જયેશ, પરેશ, હિતેશ, નવયુગ, હિના, અલ્પા, નેહા, પૂર્વી, અંકિતાના નાની. મનફરાના નાથીબેન જેસંગ ગાલાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ડુંગર નિવાસી હાલ-ડોમ્બિવલી સ્વ. વૃજલાલ મોહનલાલ દોશીના સુપુત્ર. ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની અ.સૌ. હર્ષા (ઉં.વ. 66) તા. 19-5-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. અમીશા, અમિત, પૂર્વીના માતુશ્રી. ઉર્મિલાબેન બળવંતરાય, મીનાબેન મુકેશકુમાર, પ્રફુલાબેન મનીષકુમાર, સ્વ. ભાવના તેમ જ મુકેશના ભાભી. અમિતકુમાર, હાર્દિકકુમાર તેમ જ મિતલના સાસુ. પિય પક્ષે ઈંગોરાળા વાળા હાલ ભાયંદર પારેખ દુર્લભદાસ ગોરધનદાસના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું: બી-15, ત્રિગીતાંજલિ એપાર્ટમેન્ટ, પાંડુરંગવાળી જૈન દેરાસરની બાજુમાં, ડોમ્બિવલી (ઈસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. 94) તે સ્વ. અંબાલાલ પોપટલાલ શાહના ધર્મપત્ની. તે સ્વ. કિરણ, નિરુ યસ્મીન શેઠ, શીલા દીપક નાગવદરિયા, સ્વ. સ્વાતી પ્રજ્ઞેશ શાહ, સ્મિતા સંજય ઠોસાણીના માતુશ્રી. તે સ્વ. મનહરલાલ ન્યાલચંદ શાહ, સ્વ. નિર્મલાબેન, સ્વ. જયાબેન, ગં.સ્વ. લતાબેનના બેન. તે જિગ્નેશ, બિનીતા, ગ્રિષ્મા, નૈસર્ગીના નાની તા. 18-5-24, શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિકવ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોથાળાના ગોવિંદજી નાગડા (ઉં. વ. 77) 18-5-24ના અવસાન પામ્યા છે. મેઘબાઇ શામજીના પુત્ર. રતનબેનના પતિ. પ્રીતી, નયના, પ્રકાશ, શીતલના પિતા. ભવાનજી, ધનજી, દેવકાંબેન/પુરબાઇ, વાલબાઇના ભાઇ. વેલબાઇ ખીંયશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગોવિંદજી નાગડા, સી/104, સીલ્વર ઓક્સ, સ્વપ્નનગરી, મુલુંડ (વે.).
મોટા લાયજાના જયંતીલાલ ગાંગજી કરમશી ગડા (ઉં. વ. 72) તા. 18-5-24ના અવસાન પામેલ છે. કેસરબાઇ ગાંગજી કરમશી ગડાના સુપુત્ર. સ્વ. વિજય, નાના આસંબીયાના સ્વ. કસ્તુર કલ્યાણજી દેઢીયાના ભાઇ. મેરાઉના ખેતબાઇ ગણપત મોના ગંગરના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમલતા વિજય ગડા, ટી-604, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.) 421203.
કારાઘોઘાના કમળાબેન રામજી છેડા (ઉં. વ. 77) તા. 19-5-24ના અવસાન પામ્યા છે. માતુશ્રી મેઘબાઇ મોરારજીના પુત્રવધૂ. રામજીના ધર્મપત્ની. જસ્મિતા, દિપક, અલ્કાના માતુશ્રી. ગામ સાડાઉના ઉમરબાઇ હીરજી ગાલાના સુપુત્રી. પ્રેમજી, ભવાનજી, કપાયાના કસ્તુર મેઘજી, બારોઇના મણીબેન કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક છેડા, 814, કે.ડી. હાઇટ, રાની સતી માર્ગ, મલાડ (ઇ.).
ચાંગડાઇના દામજી ટોકરશી નાગડા (ઉં. વ. 80) તા. 19-5ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન (વેલબાઇ)ના પતિ. પાનબાઇ ટોકરશી પાસુના પુત્ર. નરેશ, કવિતા, દિવ્યા, નેહલ, મોન્ટુના બાપુજી. દેવચંદ, ખુશાલ, કાંતીલાલના ભાઇ. કોટડી (મહા.) નેણબાઇ રતનશી શીવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મોન્ટુ નાગડા, 204, રામેશ્વર કૃપા, જોશી લેન, ફડકે રોડ, ડોંબીવલી (પૂ.).
કાઠિયાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી, હાલ મુંબઇ, સ્વ. મહેન્દ્રભાઈ પ્રાણજીવન દેસાઈ (ગોડા) અને ગં.સ્વ. ઈન્દિરાબેનના સુપુત્ર. ફાલ્ગુનીબેન દેસાઈ (ગોડા) ના પતિ. લક્ષ અને પાયલના પિતાશ્રી. ઈન્દોર નિવાસી જયપ્રકાશ પ્રાણજીવન દેસાઈ (ગોડા)ના ભત્રીજા, હિમાંશુભાઈના ભાઈ. કરણ અને ધ્રુવી ના કાકા શ્રી વિપુલભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ (ગોડા) તા.19/05/2024ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામ્યા છે.
જામનગર વિશા ઓસવાલ જૈન
સ્વ.કનકલાલ (ઉં. વ. 81) સ્વ.બાબુલાલ સુંદરલાલ શાહના પુત્ર. જામનગર હાલ મુંબઈ, વર્ષાબેનના પતિ. સ્વ. જાસુદબેન બાબુભાઈ ઝવેરીના જમાઈ. વૈશાલી, દિપાલી, હેતલ, કલ્પેશના પિતાશ્રી. સંજીવ, અમિત, આન્યાના સસરા. વેલીના દાદા, ભવ્યા, દિવ્યા, જીયાંગના નાના. તા. 15-5-2024ના રોજ અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બીલખા નિવાસી હાલ માટુંગા નિર્મળાબેનના પતિ સુમતીભાઈ કેશવલાલ નંદલાલ વૈદ (ઉં. વ. 86) 18-5-24ના રોજ સંથારો સીજી ગયેલ છે. તે કમલેશભાઈ, મયુરભાઈના પિતાશ્રી. અલકા, ડિમ્પલના સસરાજી. રોશની લૌકીક સાવંત, મિલોની, વંસીકાના દાદાજી. ભોગીલાલભાઈ, જયંતિભાઈ, ભારતીબેન મનહરભાઈ, ઊષાબેન યોગેશભાઈ તથા તરૂબેન દિલીપભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.