મરણ નોંધ

પારસી મરણ

ગુલ દારા કરંજીયા તે મરહુમ દારા કૈખશરૂ કરંજીયાના વિધવા. તે બખ્તાવર સબર બીનાઇફર તથા તનાઝના માતાજી. તે મરહુમો હીરાબાઇ તથા ધનજીશા દારૂવાલાના દીકરી. તે સરોશના સાસુજી. તે નમીતા, વીનીત, પરઝીના, વરદાન, સેમ્યુલ તથા વેદીકાના મમઇજી. તે મરહુમો ધનબાઇ તથા કૈખશરૂ કરંજીયાના વહુ. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૧૫, એલપાઇન ગરોવ, માલકમ બાગ, એસ. વી. રોડ, દેના બેન્કની સામે, જોગેશ્ર્વરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૯-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, સોડા વોટરવાલા અગિયારીમાં છેજી. (મરીન લાઇન્સ-મુંબઇ).
ફ્રેની બેહરામ વાચ્છા તે બેહરામ પીરોજશા વાચ્છા ના ધનિયાની. તે મરહુમો હોમાય તથા હોમી મુનશીના દીકરી. તે આદિલ તથા પરવીન દારૂવાલાના માતાજી. તે પરવેઝ દારૂવાલા તથા પરીઝાદ આદિલ વાચ્છાના સાસુજી. તે સામ મુનશી ને જીમી મુનશીના બહેન. તે ફ્રીયા એ. વાચ્છાના બપયજી. (ઉં.વ. ૭૭) ફલેટ નંબર-૩, ૧લે માળે, બિલ્ડિંગ નંબર-ઓ લલ્લુભાઇ પાર્ક રોડ, શાપુરજી ભરૂચા બાગ, અંધેરી પશ્ર્ચિમ, મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: તા. ૧૦-૯-૨૩ના રવિવારના દીને બપોરે ૩.૪૦ કલાકે અંધેરી પટેલ અગિયારીમાં છેજી.
માહરૂખ ફિરોઝ પટેલ તે ફિરોઝ ગુસ્તાદ પટેલના ધનિયાની. તે મરહુમો જરૂ તથા દારાબશા પટેલના દીકરી. તે પીનાઝ કૈઝાદ ભાઠેના ને ડેલ્ફી રેહાન ખાંડવાનીના માતાજી. તે કૈઝાદ ભાઠેના ને રેહાન ખાંડવાનીના સાસુજી. તે મીનુ, ફિરોઝ તથા મરહુમ હોશીના બહેન. તે સુફીયાન, વિવયાના ને આયાનના મમયજી. તે રશ્ના હોસી તાનતરા, નેવીલ ને સાયરસના ભાભી. (ઉં. વ. ૬૫) રે.ઠે. બારીયા બિલ્ડિંગ, ૩-૧, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૯-૨૩ના રવિવારના દીને બપોરે ૩-૪૦ કલાકે. તારદેવ મધ્યે બાટલીવાલા અગિયારીમાં કરવામાં આવશે.
ખોરશેદ સાયરસ વાડયા તે મરહુમ સાયરસ એ. વાડયાના વિધવા. તે અનાહીતા, પરસી તથા કમલના માતાજી. તે મરહુમો ગુલબાઇ તથા અરદેશીર દારૂવાલાના દીકરી. તે પરસી સંજાના, યાસમીન પી. વાડયા તથા મરહુમ કેરસી ઇતાલીયાના સાસુજી. તે નેશ ઇતાલીયા તથા વરુન ઇતાલીયાના મમઇજી. તે ખુશરૂ વાડયા તથા સનાઇયા વાડયાના બપઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. એન્જિનિયર બિલ્ડિંગ, પ્લોટ નં. ૧૧, ફલેટ નં. ૧૫-બી, ૩જે માળે, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ (પ) મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૯-૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, ભાભા-૧, બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા